ટંકારા તાલુકાના નાનાખીજડીયા-ધુનડા રોડ પર ફૂલ સ્પીડમાં આવતા બાઈક અને ઇકો ગાડી વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક તથા પાછળ બેસેલા મિત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઈકચાલક મધ્યપ્રદેશના વતની હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હાલ ઇકો ચાલકની ફરિયાદને આધારે પોલીસે આરોપી મૃતક બાઇક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. ૪/૦૮ ના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં નાનાખીજડીયા-ધુનડા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરીયાદી રાજેશભાઇ દેવકરણભાઇ ઝુંજુવાડીયા ઉવ.૩૮ રહે. ઘુનડા(ખા) ગામ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી અનિલ ખુમસિંગ મંડલોઇ મૂળ સેગાંવ જી. બડવાની મધ્યપ્રદેશ હાલ નાનાખીજડીયા ગામ પોતાના પાસે રહેલી બજાજ એન.એક્સ. મોટરસાયકલ રજી.નં. એમપી-૪૬-ઝેડએફ-૬૫૧૫ વણાકમાં બેદરકારી અને ફુલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. આ દરમ્યાન બાઈક નિયંત્રણ ગુમાવી આગળથી આવી રહેલી ફરિયાદીની ઇકો ગાડી રજી.નં. જીજે-૩૬-એસી-૬૨૬૮ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક અનિલ ખુમસિંગ મંડલોઇ તથા તેની પાછળ બેસેલા રામ માંગુ બામનિયા બંનેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર હોવાને કારણે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જે આ ટંકારા પોલીસ એ આ 2 આરોપી બાઇક ચાલક વિરુદ્ધ બી.એન.એસ. કલમ અને મોટર વ્હિકલ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.