વાંકાનેર શહેરમાં જુગારધારા હેઠળ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વૃદાવન સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૯ વ્યક્તિઓ ઝડપાયા છે, જેમાં ચાર મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે. આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા ૧,૨૨,૮૦૦/- રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ટીમ ગઈકાલ તા. ૨૭/૦૮ના રોજ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે વૃદાવન સોસાયટી રાધીકા એપાર્ટમેન્ટ બાજુ ગોકુળનગર ખાતે જીગ્નેશભાઇ હર્ષદભાઇ કારીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. જીગ્નેશભાઇ સાથે ભરતભાઇ મેહુરભાઇ ઝાપડા, નૈયમુદીભાઇ ખોરજીયા, આબીદભાઇ સંધી, હિનેશભાઇ માણસુરીયા તથા મહિલા આરોપી વર્ષાબેન દિનેશભાઇ સોમાણી, શીલ્પાબેન મકવાણા, લલીતાબેન અઘોલા અને ઇંદુબા જેઠવા મળી કુલ ૯ વ્યક્તિ તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા ૧,૨૨,૮૦૦/-નો મુદામાલ કબજે કર્યો હતો. જો કે મહિલા આરોપીઓને સુર્યાસ્ત બાદ અટક ન કરવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.