દારૂ આપનાર, મંગાવનાર એક મહિલા આરોપી સહિત બે બુટલેગરના નામ ખુલ્યા.
મોરબી તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખેવારીયા ગામ પાસે જાહેર રોડ પર સફેદ ક્રેટા કારમાંથી દેશી દારૂની હેરફેર કરતા બે વ્યક્તિઓ ઝડપાયા હતા, જ્યારે બે દેશી દારૂ આપનાર તથા મંગાવનાર બે આરોપીને ફરાર દર્શાવી, પોલીસે કાર અને દારૂ મળી કુલ રૂ.૫.૨૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
મોરબી એલસીબી દ્વારા ગઈકાલ તા. ૨૭/૦૮ના રોજ ખેવારીયા ગામના ઝાપા પાસે જાહેર રોડ પર પોલીસને દારૂની હેરાફેરી અંગે ખાનગીરાહે માહિતી મળી હતી. જેથી એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, આરોપી રમઝાન કરીમભાઇ નોતીયાર ઉવ.૩૫ રહે મોરબી તથા ઉસ્માનભાઇ ઉંમરભાઇ મુલ્લા ઉવ.૫૨ રહે.મોરબી વાળા ઝડપાયા હતા. તેમની પાસેથી સફેદ કલરની ક્રેટા કાર રજી. નં. જીજે-૧૦-સીજી-૭૪૪૧ માંથી ૧૪૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૮,૦૦૦/-મળી આવ્યો હતો. જ્યારે કાર સહિત રૂ.૫.૨૮ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પકડાયેલ બન્ને આરોપીની પૂછતાછમાં અન્ય બે આરોપી ઇરફાન બાબાભાઇ જેડા રહે. નવાગામ તા. માળીયા(મી) અને નિમુબેન રમેશભાઇ કોળી રહે.મોરબી વાળાના નામ ખુલતા તે બંનેને ફરાર દર્શાવી તેમની અટક કરવા તજવીજ હાથ ધરી છે.