મોરબીનાં મહેન્દ્રનગર ચોકડી પાસે હળવદ તરફ જતા રસ્તા પાસે એક અજાણ્યા શખ્સને હાર્ટ અટેક આવતા મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી મૃતકનો વાલી વારસો શોધવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે હળવદ તરફ જતા રસ્તા પાસે આશરે ૪૦ થી ૫૦ વર્ષના પુરુષને હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકને શરીરે આછો ભુખરો કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. અને મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરીને વધુ ઓળખ સારૂ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવ્યો છે. જેથી કોઈ મૃતકને ઓળખાતું હોય તો આ કેસની તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયાનો મો.નં. ૯૭૧૪૦ ૬૪૪૧૯ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.