મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નવું પગલું ભરાયું છે. શહેરના મહત્વના વિસ્તારોને આવરી લેતા ૧૦ રૂટ પર ૩૦ બસો મુકવાની યોજના ઘડી છે. બસ થોભવા માટે ૭૮ બસ સ્ટોપ અને ૩૮ રિક્વેસ્ટ સ્ટોપ બનાવવામાં આવશે.
મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા સતત પ્રયત્નશીલ છે. જનતાને સરળ અને ઓછી કિંમતમાં અવરજવર સુલભ બને તે માટે સીટી બસ સેવા વધુ પ્રમાણમાં શરૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ માટે સીટી બસ સેવા અંગેનું ટેન્ડર લાઈવ કરવામાં આવ્યું છે જેમાં કુલ ૩૦ બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બસો મોરબી શહેરના અલગ-અલગ ૧૦ રૂટ પર દોડશે જેમાં શહેરનો મોટાભાગનો તથા મહત્વનો વિસ્તાર આવરી લેવાશે. બસ સેવા સુવ્યવસ્થિત બને તે માટે શહેરના જાહેર માર્ગો પર બસ થોભવાના કુલ ૭૮ બસ સ્ટોપ તેમજ ૩૮ રિક્વેસ્ટ સ્ટોપ ઉભા કરવામાં આવશે. આ નવા સ્ટોપથી મુસાફરોને પોતાની જરૂરિયાત મુજબની સગવડતા મળશે.