મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરમાં ન્યુ રેલ્વે કોલોની નજીમ નાલા ઉપર જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા કિશનભાઈ રામજીભાઈ ગરીયા ઉવ.૨૨ ન્યુ રેલ્વે કોલોની ધક્કાવાળા મેલડી માતાના મંદિર પાસે મોરબી, છયાબેન દીલીપભાઈ મોહનભાઈ કુઢીયા ઉવ.૩૦ મોરબી રેલ્વે કોલોની મોરબી, લાભુબેન રમેશભાઈ ઇંદરીયા ઉવ.૫૫ નવી રેલ્વે કોલોની મોરબી, શેરબાનુ રફીકભાઈ કાશમભાઈ પઠાણ ઉવ.૪૭ નવી રેલ્વે કોલોની મોરબી, જસ્મિનબેન મોમીનખાન અબ્દુલખાન પઠાણ ઉવ.૩૪ સેન્ટ મેરી સ્કુલ પાસે કંડલા બાયપાસ, મોરબી તથા હિનાબેન ભરતભાઈ પરબતભાઈ સિધવ ઉવ.૩૫ સેન્ટ મેરી સ્કુલ પાસે કંડલા બાયપાસ રોડ મોરબી વાળાને રોકડા રૂ.૫,૭૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે તમામ આટોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.