Saturday, August 30, 2025
HomeGujaratટંકારાની ખજુરા હોટલ પાસે થયેલ લૂંટનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત...

ટંકારાની ખજુરા હોટલ પાસે થયેલ લૂંટનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત કરાયો

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. મુકેશ પટેલે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તથા સુચના આપતા ટંકારા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટંકારા ખજુરા હોટલ પાસેની લુંટના ગુન્હામા ગયેલ મુદામાલ પૈકી રોકડ રૂ.૬,૫૦,૦૦૦/- તેના મુળ માલિકને પરત આપવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ફરીયાદી નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડીની ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા ૯૦,૦૦,૦૦૦ XUV-૩૦૦ ગાડીમા લઇને રાજકોટથી મોરબી આવતા હતા. જેનો આરોપીઓએ પીછો કરી ફરીયાદી પર હુમલો કરી ખજુરા રિસોર્ટના પાર્કિંગમાથી રોકડા રૂ.૯૦,૦૦,૦૦૦ ની લુટ કરી ભાગી ગયો હતો. ત્યારે ફરીયાદીએ અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જે ગુન્હાને અંજામ આપનાર ટંકારા તાલુકા, ભાવનગર જીલ્લાના તથા સુરત શહેરના કુલ નવ આરોપીઓ પૈકી ટંકારા પોલિસ દ્વારા સાત આરોપીઓને ઉડાણ પુર્વક તપાસ કરી પુરાવા એકત્રીત કરી મુદામાલ રકમ પૈકી અગાઉ રૂ.૭૨,૫૦,૦૦૦/- રીકવર કરવામાં આવ્યા હતા જે ફરીયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ગુનામા લુંટ ધાડ કરી નાશી-ભાગી જનાર આરોપીઓ પાસેથી રીકવર કરવામા આવેલ બાકીની રકમ રૂપીયા ૬,૫૦,૦૦૦ રીકવર કરવામાં આવી હતી. જે રકમ ફરીયાદીને આજરોજ નામદાર કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોપવામા આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!