મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:00 વાગ્યે અનાથાશ્રમ ના બાળકો દાદા ની આરતી ઉતારશે અને ત્યારબાદ ગુજ્જુ દયાભાભી હાસ્ય ની મોજ સાથે રાસ ગરબા ની રમઝટ બોલાવશે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં વૃદ્ધાશ્રમ ના બાળકો ના હસ્તે દાદા ની આરતી ઉતારવા માં આવશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાત માં પ્રખ્યાત એવા ગુજ્જુ દયાભાભી હાસ્ય ની રમઝટ સાથે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે . આ ગુજ્જુ દયાભાભી ના હાસ્ય શો ને નિહાળવા દરેક લોકો ને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.