મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે-૨૭ (૮-એ) માળીયા(મી) તાલુકા-મોરબી તાલુકા-વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી પસાર થાય છે. આ તમામ વિસ્તાર સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજ રોજ મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા નેશનલ હાઇવે ૨૭ ( ૮એ) સર્વિસ રોડની ગટર સફાઇ અને રોડ મરામત કરવાની માંગ સાથે મંત્રી નિતીન ગડકરીને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા નિતીન ગડકરીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વિશ્વ વિખ્યાત મોરબી સિરામિક ઉધોગમાંથી ૨૭ નંબર નો હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર દૈનિક ૮૦૦૦ ટ્રકની આતાયાત થાય છે. વાર્ષિક ૬૦ હજાર કરોડ નુ ટર્નઓવર ધરાવતા સિરામિક ઉધોગની ગતિશક્તિ અવરોધાય છે. હાલમાં ફોરલેન રોડની જગ્યાએ ૬ લેન રોડની જરૂરિયાત છે. માળીયાથી વાંકાનેર સર્વિસ રોડની ગટરની સફાઇ આજ દિન સુધી થયેલી નથી. જેના લિધે વરસાદી પાણી રોડ પર ફરી વળે છે. તેથી સારો અને ટકાઉ રોડની આવડદા ઘટીને તુટી જાય છે અને ટ્રાફિકના પ્રશ્નો ઉભા થાય છે. સિરામિક ટાઇલ્સ માટીમાંથી બનતી હોય ટાઇલ્સમાં બ્રેકેજ આવે છે. ઉપરાંત જાણવા મળતી વિગત મુજબ ટ્રક અને ટ્રાન્સપોર્ટ વારા આવતા દિવસોમાં આ ખાડા વારા રોડને લિધે રોડ નહી તો ટોલ નહી એવા સુત્રો સાથે હળતાલ કરશે તેવી વાતો વહેતી થઇ છે. માટે ત્વરિત આ ગટરની સફાઇ તથા રોડની મરામત તાત્કાલિક કરે તેવી માંગણી કરવામાં આવી છે.