મોરબી જીલ્લાની હાલની પરિસ્થિતિ ખુબ જ મુશ્કેલીઓથી ભરપુર છે જેના કારણે પ્રજાની હાલત ખરાબ હોવાના આક્ષેપ સાથે આજ રોજ મોરબી જીલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા મોરબી જીલ્લાનાં પડતર પ્રશ્નોનાં નિકાલ કરવા ગુજરાત રાજય સરકારના ચીફ સેક્રેટરીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી ડી.એલ.આર. કચેરી દ્વારા જે જમીનોની માપણી કરવામાં આવે છે. તે જમીનોમાં કે.જી.પી. ઈસ્યુ થતુ નથી અને હીસ્સા માપણીની અસર રેવન્યુ રેકર્ડમાં આપવામાં આવતુ નથી. ફોર્મ નં. ૪ માં ખેડુતોની જમીન વારેવારે માપણી કરવી પડે છે. અવાર-નવાર વિસંગતતા પણ સર્જાય છે. જેથી ડી.એલ.આર. કચેરી જે માપણી કરે છે. તેની અસર રેકર્ડમાં સ્કેચ મુજબની અસર આપવામાં આવે તો આ ખેડુતોની જમીનનું ટાઈટલ કાયમીપણે રેકર્ડમાં ઉપલબ્ધ રહે તેવી મુખ્ય રજુઆત છે. તેમજ મોરબી જીલ્લાની અંદર ઉદ્યોગ વેપાર ધંધો તેમજ નાણાકીય લેવડ દેવડ વધુ પડતુ હોય અવાર નવાર બનતી ઘટનાઓ જેમાં લુંટ લેવી અનેક બાબતો ભુતકાળમાં બનેલ છે. જેથી આ જીલ્લાની પક્તર હથિયાર પરવાનાઓની અરજીઓ જેમાં વેપારીઓ ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, નિવૃત આર્મિમેનો, સીક્યુરીટીને લગતી અનેક અરજી પડતર પડેલી છે. તે અંગે નિર્ણય થવા રજુઆત કરાઈ છે. વધુમાં, મોરબી જીલ્લાની અંદર મીઠા ઉદ્યોગની અપાતી લીઝ પરની જમીનો લીઝ મંજુર થયા સિવાયની જમીનો પર બીનઅધિકત કબજો ખુલ્લો કરાવવા તથા દબાણ ખુલ્લુ કરાવવા તથા જે લીઝ પુરી થઈ ગયેલ છે. તેવી તમામ જમીન સરકાર હસ્તક લેવા તેમજ ફાળવેલ જમીન પરની રોયલ્ટીની રકમો ભરેલ ન હોય તેવી તમામ જમીનો સરકાર હસ્તક લેવા અને જમીનો પર આવા જવાનો રસ્તો ખુલ્લો કરાવા તથા પારા કરેલ હટાવવા પણ રજુઆત કરાઈ છે. તેમજ મો૨બી જીલ્લામાં પ્રાંત અધિકારીઓ દ્વારા વાંચવા સમજવાના હુકમો કરવામાં આવે છે. તેના બદલે અપીલ રાહે હુકમ થવા આદેશ થવા અને અન્ય વ્યકિતઓનું હીત ડુબી જતુ હોય તેઓનું હીત સમાયેલ હોય જેથી તેઓને સાંભળી તેઓના ફેવરમાં હુકમ થવા રજુઆત કરાઈ છે.