વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે માટેલ ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી એક વ્યક્તિને દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતા ઠંડા આથાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે ૨૦૦ લીટર ઠંડો આથો કબ્જે લઈ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકા પોલીસના એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા તથા ટીમ સાથે પેટ્રોલીંગ દરમિયાન માટેલ ગામના ઝાપા નજીક ખાનગી બાતમી મળી હતી કે બળદેવભાઈ કેશરભાઈ ધેણોજા પોતાના રહેણાંક મકાને દેશી દારૂની ભઠ્ઠી ચલાવી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનના ફલિતમાં આવેલ ઓરડીઓમાંથી ૨૦ લીટરની ક્ષમતા ધરાવતી ૧૦ બોટલો મળી આવી હતી, જેમાં કુલ ૨૦૦ લીટર જેટલો ઠંડો આથો કિ.રૂ.૫,૦૦૦/-ભરેલો હતો. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી બળદેવભાઈ કેશરભાઈ ધેણોજા ઉવ.૪૨ ની અટક તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.