રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલે મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, માળીયા પોલીસ સ્ટેશનનાં પ્રોહી. ગુ.ર.નં. ૫૧૨૫/૨૦૧૭ પ્રોહી. કલમ ૬પઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) વિ. મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કમલસિંહ ભાનુસિંહ યાદવ હાલ વડોદરા જિલ્લાના અમદાવાદ-મુંબઇ હાઇવે પર મહાદેવ હોટલ ખાતે આવ્યો છે. જે બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ કરતા નાસતો ફરતો આરોપી કમલસિંહ ભાનીસિંહ યાદવ (રહે.પલ્હાવાસ બી.એસ.એન.ટાવરની બાજુમાં રોહડાઇ થાના તા.જી.રેવારી (હરીયાણા)) વડોદરા શહેર અમદાવાદ-મુંબઇ હાઇવે પર મહાદેવ હોટલના પાર્કિંગ ખાતેથી મળી આવતા આરોપીને માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી આજે તા.૦૨/૦૯/૨૦૨૫ ના રોજ બી.અને.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.