શિક્ષણ ક્ષેત્રે જાણીતા એવા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય નવયુગ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ગઈકાલે નવયુગ ગ્રુપ ઓફ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવયુગ કા રાજા ગણેશ મહોત્સવની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી.
મોરબીની જાણીતા નવયુગ ગ્રુપ ઓફ કોલેજ, વીરપર ખાતે નવયુગ કા રાજા ગણપતિ મહોત્સવ ભવ્ય રીતે મહા આરતી સાથે ઉજવાયો હતો. જેમાં ગણપતિ બાપાની વિધિવત પૂજા-અર્ચના બાદ ભવ્ય 256 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ આયોજનમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ ઊર્જા અને એકતા મળી હતી. તેમજ મહોત્સવની સમાપન વિધિ અંતર્ગત ગઈકાલે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર વિશાળ સંખ્યામાં જોડાયા હતા. શ્રદ્ધાભક્તિ સાથે “ગણપતિ બાપા મોરયા”ના ગર્જના કરતા સૌએ આનંદપૂર્ણ માહોલમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે કોલેજ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની એકતા, સંસ્કૃતિ પ્રત્યેનો ભાવ અને સામાજિક જવાબદારી માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયા તરફથી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.