Wednesday, September 3, 2025
HomeGujaratઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે પડતર...

ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે પડતર પ્રશ્નોને લઈ બેઠક યોજાઈ

મોરબીની સિરામિક પ્રોડક્ટ અખાતી દેશો, યુરોપિયન દેશો, આફ્રિકન અને એશિયન ઉપરાંત અમેરિકન દેશોમાં પણ નિકાસ થાય છે. ત્યારે મોરબીમાં ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહિ આવતા આજ રોજ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિમંડળની ગુજરાતના નાણાં મંત્રી અને ઉદ્યોગ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ઉદ્યોગકારો દ્વારા તેમના પ્રશ્નો રજુ કર્યા હતા અને અધિકારીઓએ પણ પ્રશ્નોને લઇ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. 

- Advertisement -
- Advertisement -

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી–ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે સિરામિક પ્રોડક્ટ પર લાગતો જીએસટી ૧૮% થી ઘટાડીને ૫% કરવાની તથા પેપરમિલ ઉદ્યોગને આપવામાં આવતી સબસીડી ચાલુ રાખવાની માંગણી કરી હતી. જેનો નાણાં મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમજ ઉદ્યોગ મંત્રી સમક્ષ MSME કાયદામાં ૪૫ દિવસની અંદર ચુકવણીની જોગવાઈથી મોરબીના મિડિયમ એન્ટરપ્રાઇઝને પડતી કેશફ્લોની સમસ્યાઓ રજૂ કરી સુધારા કરવાની માંગણી કરવામાં આવી હતી. જેને લઈ મંત્રીએ આગામી બેઠકમાં વિગતવાર ચર્ચા કરી હિતકારી નિર્ણય લેવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!