હળવદ તાલુકાના ધુળકોટ ગામની સીમમાં વાડીમાં રહેતા મધ્યપ્રદેશના ખેત શ્રમિક પરિવારની દીકરીને માતાપિતા દ્વારા રસોઈ બાબતે ઠપકો આપતા જેનું મનોમન લાગી આવ્યું હતું, જે બાબતે ૧૩ વર્ષની કિશોરીએ ઝેરી દવા પી લેતા તેનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.
હળવદના ધુળકોટ ગામે રહેતા ઉકારીયાભાઇ નાયકાભાઇ રાઠવા મૂળ કેલરી ગામ જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની પુત્રી સુનિતાબેન ઉવ.૧૩ને તેમના માતા-પિતાએ વાડીમાં રસોઈ બનાવવા માટે મોકલી હતી. પરંતુ સુનિતાબેને રસોઈ ન બનાવતા તેના માતાપિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ વાતથી કિશોરીને મનોમન લાગી આવતા તા.૦૩/૦૯ના રોજ વાડીએ રાખેલ દવા પી લીધી હતી. જેથી પરિવારજનો દ્વારા તેણીને તાત્કાલિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાંથી વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન તા. ૪ સપ્ટેમ્બરના રોજ સુનિતાબેનનું મોત નીપજ્યું હતું. ત્યારે હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.