મોરબી તાલુકા પોલીસ ગણપતિ મહોત્સવ અંતર્ગત નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રફાળેશ્વર ગામ નજીક ભુદેવ પાનની સામે શંકાસ્પદ હાલતમાં એક ઈસમ થેલો લઈને આવતો હોય જેથી તેને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગની ૭ નંગ બોટલ કિ.રૂ.૪,૫૫૦/- મળી આવતા તુરંત આરોપી સદામભાઈ હબીબભાઈ મોવર ઉવ.૩૨ રહે. મોરબી-૨ સો-ઓરડી વાળાની અટક કરવામાં આવી છે, આ સાથે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.