માળીયા મિંયાણા શહેર તથા આસપાસના ગ્રામીણ વિસ્તારો માટે આગામી તા.08/09/2025 ને સોમવારે માળીયા મિંયાણા ખાતે મહા નેત્રયજ્ઞ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
માળીયા મિંયાણા ખાતે આગામી તા.08/09/2025 ને સોમવારના રોજ ડૉ. પૃથ્વીરાજસિંહ જાડેજા મેડિકલ ટીમ, શ્રી રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટ, તાલુકા કાનૂની સેવા સમિતિ માળીયા મિં. કોર્ટ અને સુન્ની મુસ્લિમ જમાત માળીયા મિં.ના સંયુકત્ત પ્રયાસથી ‘મહા નેત્રયજ્ઞ કેમ્પ’નું સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન માળીયા મિંયાણા તાલુકા કોર્ટ, જુના રેલ્વે સ્ટેશન ફાટક સામે, જામનગર હાઇવે ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત આંખના ડૉ. પૃથ્વીરાજસિંહ જાડેજા (માળીયા સ્ટેટ પરિવાર) મેડીકલ ટીમ દ્વારા આંખની પ્રાથમીક તપાસ કરવામાં આવશે. જેમાં મોતિયાનું નિદાન થયેલ દર્દીઓને માળીયા મિ. થી રાજકોટ શ્રી રણછોડદાસજી આંખની હોસ્પિટલ ખાતે હોસ્પિટલના વાહનમાં લઈ જવામાં આવશે અને ત્યાં આધુનિક મશીન દ્વારા મોતિયાના ટાંકા વગર ઓપરેશન કરવામાં આવશે, ઓપરેશન થયા પછી ટીપા, જરૂરી દવાઓ અને સર્વશ્રેષ્ઠ સારવાર દરેક દર્દીને બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવશે. તેમજ દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે અને દરેક દર્દીને પરત માળીયા મિં. કેમ્પના સ્થળે લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. માળીયા મિં. શહેર તથા આજુબાજુના વિસ્તારોની જનતાને આ કેમ્પનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેમ્પમાં રચશ્માના નંબર ઉતારી આપવામાં નહિ આવે. મોતિયાના દર્દીઓએ ફરજીયાત માથું ઘોઈને ચોખ્ખા ઘોયેલાં કપડાં પહેરી તેમજ એક જોડી અલગથી કપડાં સાથે રાખવાના રહેશે, તેમજ દરેક દર્દીએ પોતાના અને આજુબાજુનાં ફોન નંબર/મોબાઇલ નંબર સાથે રાખવાના રહેશે, અને ઓપરેશન થયા બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે. જેની પરિવારજનોને જાણ કરવાની રહેશે, દરેક દર્દીએ આઘાર કાર્ડ અથવા ઓળખ પત્ર સાથે રાખવાનું રહેશે.