Wednesday, September 10, 2025
HomeGujaratમોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે રાજકોટનો યુવાન ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબીમાં વિદેશી દારૂની બોટલ સાથે રાજકોટનો યુવાન ઝડપાયો, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી ચોકડી નજીક ડબલ સવારી એકટીવા મોપેડને રોકી પૂછતાછ કરતા એકટીવા ચાલક કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવ્યો, જ્યારે પાછળ બેસેલ રાજકોટના યુવક પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી, ત્યારે પોલીસની સઘન પૂછપરછમાં દારૂ આપનારનું નામ ખુલતા, પોલીસે બે અલગ અલગ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી વાવડી ચોકડી પાસે ખારીવાડી પ્રાથમિક શાળા સામે ડબલ સવારી એક્ટીવા રજી.નં. જીજે-૩૬-એક્યુ-૭૧૪૫ સર્પાકારે ચલાવી નીકળતા જોવામાં આવતા, એ ડિવિઝન પોલીસ ટીમે તેમને રોકી તપાસ કરતા એકટીવા ચાલક કેફી પ્રવાહી પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. જ્યારે એક્ટીવાના પાછળ બેઠેલા ઇસમના પેન્ટના નેફામાંથી એક મેકડોનલ્સ નં-૧ વ્હિસ્કીની બોટલ કિ.રૂ.૩૦૦/- મળી આવી હતી. આથી આરોપી પરાગભાઈ મહેશભાઈ મકવાણા ઉવ.૨૭ રહે-નવા થોરાળા રાજકોટ વાળાની અટક કરવામાં આવી હતી, તેમજ આ વિદેશી દારૂની બોટલ આરોપી ભાવીન કાનજીભાઈ રાવળદેવ રહે-મોરબી શનાળા રોડ ગુ.હા. બોર્ડ ત્રણ માળીયા વાળા પાસેથી મેળવી હોવાનું જણાવતા પોલીસે આ કેસમાં કુલ બે આરોપીની સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!