મોરની શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે મોરબી-૨ ત્રાજપર ગામ ભગવતી ચેમ્બર પાસે આવેલ રહેણાંકમાં રેઇડ કરતા, જ્યાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો તથા તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે આરોપી મકાન-માલીકની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે.
મોરબી એલસીબી પોલીસ ટીમ સામાકાંઠા બિસ્તરમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે ત્રાજપર ગામ ભગવતી ચેમ્બર નજીક રહેતા સંજયભાઈ ઉર્ફે ચનો પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે આધારે પોલીસે રેઇડ કરી હતી, ત્યારે ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગના લેવાતો ૯૦ લીટર ઠંડો આથો તેમજ ૨૫ લીટર દેશી દારૂ કુલ કિ.રૂ.૭,૨૬૦/- મળી આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા ઉવ.૨૮ વાળાની અટક કરી, તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે પ્રોહી.એવત હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.