Wednesday, September 10, 2025
HomeGujaratમોરબી: પીપળીયા ચાર રસ્તે ટ્રક હડફેટે રોડ ઓળંગી રહેલ મહિલાની કરૂણ મોત

મોરબી: પીપળીયા ચાર રસ્તે ટ્રક હડફેટે રોડ ઓળંગી રહેલ મહિલાની કરૂણ મોત

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક રોડ ક્રોસ કરી રહેલ મહિલાને ટ્રક ટ્રેઇલરે ઠોકરે ચડાવતા, મહિલા રોડ ઉપર પડી ગયા હતા, ત્યારે ટ્રક ટ્રેઇલરનું તોતિંગ વ્હીલ મહિલાના માથા ઉપર ફરી વળતા, તેણીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા(મી) ટાઉનમાં કુંભાર શેરીમાં રહેતા રામભાઈ જીવણભાઈ બહોરીયા અને તેમના મોટાબા(ભાભુ) મણીબેન ગત તા.૦૮/૦૮ના રોજ માળીયા(મી)થી એસટી બસમાં પીપળીયા ચાર રસ્તે સ્વસ્તિક હોસ્પિટલ ખાતે દવા લેવા આવ્યા હોય જ્યાંથી પરત જતા હોય તે દરમિયાન પીપળીયા ચાર રસ્તે રોડ ક્રોસ કરતા સમયે માળીયા(મી) તરફથી આવતા ટ્રક ટ્રેઇલર રજી.નં. યુપી-૭૮-ડીએન-૧૦૫૭ના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી ચલાવી આવી મણીબેનને હડફેટે લેતા તેઓ રોડ ઉપર પટકાયા હતા, જે બાદ ટ્રકનું તોતિંગ ટાયર મણિબેનના માથા ઉપર ફરી વળતા, તેઓને માથામાં અને ચહેરા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે મણિબેનને બેભાન હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલ રામભાઈ જીવણભાઈ ઉવ.૨૧ ની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!