માળીયા(મી) હાઇવે ઉપર એડટોન સીરામીક સામે રોડ ઉપર ટ્રક ચાલકે આગળ પાછળ જોયા વગર અચાનક પિતાનો ટ્રક રિવર્સ લેતા પાછળ આવતા મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે અકસ્માત સર્જી ટ્રક કજલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
માળીયા(મી) હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં મોટર સાયકલ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જે અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ દાહોદ જીલ્લાના વલૂડા ગામના વતની હાલ ચરાડવા તા.હળવદ રહેતા ભૂપતસિંહ રમેશભાઈ વાદી ઇવ.૩૨ એ માળીયા મી. પોલીસ મથકમાં ટ્રક રજી.નં. આરજે-૦૯-જીસી-૫૮૭૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૩/૦૯ના રોજ બપોરના અરસામાં માળીયા(મી) હાઇવે એડટોન સીરામીક સામે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક કોઈ પણ જાતનુ ધ્યાન રાખ્યા વગર બેદરકારી પૂર્વક અચાનક ટ્રક રીવર્સ લેતા મરણજનાર બળવંતભાઈના મોટર સાયકલ રજી.નં. જીજે-૩૫-પી-૯૦૬૬ સાથે એકદમ અથડાવી એકસીડન્ટ કરતા બળવંતભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. આજે તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. જે અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક પોતાના હવાલાવાળો ટ્રક લઈ નાશી ગયો હતો. હાલ માળીયા(મી) પોલીસે આરોપુ ટ્રક ચાલક વિરુદ્ધ બીએનએસ અને એમવી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.