મોરબી શહેર પોલીસે જુદા જુદા બે સ્થળોએથી વિદેશી દારૂના બે-બે ચપલા સાથે કુલ બે શખ્સોની અટક કરવામાં આવી છે, જેમાં વાવડી રોડ ઉપર રહેણાંકમાંથી અને લાતી પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂના કુલ ચાર ચપલા સાથે બે આરોપીઓની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અટક કરી પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં શહેરના વાવડી રોડ ઉપર રવિ પાર્ક-૨ સોસાયટીના રહેણાંક મકાનમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરી હતી, જ્યાં આરોપી રિયાઝખાન હુશેનખાન પઠાણ ઉવ.૩૭ વાળો વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની બે નંગ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૨ માં મારુતિ કલર દુકાન નજીક પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સને રોકી થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની ૨ નંગ નાની બોટલ કિ.રૂ.૬૦૦/-મળી આવી હતી આ સાથે પોલીસે આરોપી નવનીતભાઈ પ્રાણજીવનભાઈ આસોડીયા ઉવ.૪૬ રહે. હાલ લાતી પ્લોટ શેરી નં.૨ મારુતિ કલર શોપની દુકાનમાં મૂળ રહે. રાજકોટ પેડક રોડ પ્રજાપતિનગર વાળાની અટક કરવામાં આવી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને દરોડામાં પકડાયેલ બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.