મોરબીમાં વિદેશી દારૂનું વેચાણ કમરી યુવા ધનને બરબાદીના રાહે ચડાવનાર શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલા નામના બુટલેગરને મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડી પાસા હેઠળ જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીને મોકલતા તેઓએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી શામજીભાઇ ઉર્ફે વિજયભાઇ સુખાભાઇ સારલાનુ પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે ઇસમને સત્વરે અટકાયત કરવા મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની અલગ-અલગ ટીમ બનાવી આરોપીની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આરોપીની ગઈકાલે તા.૦૯/૦૯/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે અટકાયત કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે ધકેલવામાં આવ્યો છે.