માતાના મઢમાં દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે પગપાળા જતા માઇભક્તોનો પ્રવાહ ટૂંક સમયમાં શરૂ થઇ રહ્યો છે. નવરાત્રી નજીક આવતાની સાથે જ કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર માતાનામઢ ખાતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતાના મઢ દર્શનાર્થે જતા હોય છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે મોરબીનાં આશાપુરા મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ કચ્છના કુળદેવી માં આશાપુરા માતાનામઢ ખાતે સમગ્ર દેશમાંથી માઈ ભક્તો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા અને વિવિધ માનતાઓ માનીને માં આશાપુરા મંદિરે શીશ ઝુકાવવા આવતા હોય છે. પદયાત્રીઓ માટે સેવા કેમ્પની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પદયાત્રીઓ કોઈ મુશ્કેલી ન અનુભવે તે માટે વિવિધ સંસ્થા, સેવા સંગઠનો અને માઈ ભક્તો દ્વારા સેવા કેમ્પ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબીનાં આશાપુરા મિત્ર મંડળ દ્વારા પણ દરવર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 13/09/25 થી 20/09/25 સુધી ભુજથી 13 કિમિ નજીક દુધઈ રોડ, કંઢોરાઈનાં પાટિયા પાસે, પદ્ધર ગામ નજીક આ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રહેવા, જમવા, ચા-નાસ્તા તેમજ 24 કલાક મેડિકલ કેમ્પની સુવિધા આપવામાં આવશે.