મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ નવલખી રોડ ઉપર પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પરશુરામજી મંદિર પાસે રોડ ઉપર પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની બે નંગ બોટલ કિ.રૂ.૨,૮૦૦/-મળી આવી હતી, જેથી આરોપી અંકિત અરુણભાઈ રાઠોડ ઉવ.૩૪ રહે. નવલખી રોડ શ્રધ્ધા પાર્ક શેરી નં.૪ મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.