નવરાત્રીમાં માતાના મઢ મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શન અર્થે જતા હોય ત્યારે ત્યારે પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રી નજીક આવતાની સાથે જ કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર માતાના મઢ ખાતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતાના મઢ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ પદયાત્રીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું ટંકારામાં કષ્ટભંજન હનુમાનજી મંદિર શિવમ કોમ્પ્લેક્સ બાજુમાં ઓવરબ્રિજ નીચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે રહેવા-જમવા-મેડિકલ-ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. માતાના મઢ જતા સર્વે ભાવિકોને આ કેમ્પનો લાભ લેવા શિવ શક્તિ ગ્રુપ-મેઘપર ઝાલા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે દિગુભા -97124 08412 તથા જામભા : 9714285097, 9662008412 નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.