Friday, September 12, 2025
HomeGujaratમોરબીની પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે વિવિધ નવરાત્રીના આયોજકો...

મોરબીની પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે વિવિધ નવરાત્રીના આયોજકો સાથે અધિકારીઓની બેઠક મળી

સમગ્ર દેશમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ પ્રચલિત છે અને ગુજરાતીઓ નવરાત્રિના તહેવારની આતૂરતાથી રાહ દેખીને બેઠા હોય છે. ત્યારે હવે નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે માઇભક્તો તેમજ નવરાત્રિ મહોત્સવના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇ આજ રોજ મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે મનપાના અધિકારીઓ સાથે વિવિધ નવરાત્રીના આયોજકોની બેઠક યોજાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મોરબી મહાનગરપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા વિવિધ નવરાત્રીના આયોજકોની હાજરીમાં મોરબી શહેરમાં આગામી નવરાત્રી -૨૦૨૫ ના આયોજન અને હંગામી પર્ફોમન્સ લાઇસન્સ તેમજ જાહેર સલામતી અંગેની મિટિંગ યોજાઈ હતી. જેમાં માણસોની ક્ષમતા પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ રાખવા, જરૂરિયાત મુજબની પાર્કિંગ માટેની જગ્યા ફાળવવી, નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો રાખવા તથા FIRE NOC મેળવવા વઘુમાં કોઈ પણ ઇમરજન્સી માટે મેડિકલ કીટ અથવા મેડિકલ ટીમ રાખવા જેવા વિવિધ મુદ્દાઓની સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ હંગામી ફાયર સેફટી સર્ટિફીકટ મેળવવા માટે gujfiresafetycop.in વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાબતે ચીફ ફાયર ઓફીસર દ્વારા દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફાયર સેફટી સર્ટિફીકેટ મેળવવા તેમજ ફાયર સેફટી માટે આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આયોજક દ્વારા જરૂરી કાગળો જમા કરાવ્યા બાદ તેમજ લાગુ પડતાં વિભાગો પાસેથી સ્પષ્ટ અભિપ્રાય આવ્યા બાદ જ હંગામી મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ આપવામાં આવશે. જે આયોજકોની અરજી કરવાની બાકી હોય તેઓએ વહેલામાં વહેલી તકે જરૂરી કાગળો સાથે મોરબી પ્રાંત કચેરીમાં અરજી કરવામાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!