મોરબી શહેરના આલાપ રોડ ઉપરથી સીએનજી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે ૧૫૦ લીટર દેશી દારૂ તથા રીક્ષા સહિત ૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, મહિલા સહિત બન્ને આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂ આપનારના નામની કબુલાત આપતા, તેને ફરાર દર્શાવી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમીયવન શહેરના આલાપ રોડ પાણીના ટાંકા નજીકથી પસાર થતી સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૩૦૨૮ ને રોકી તેની તલાસી લેતા, રીક્ષામાં પાછળની સીટમાં પ્લાસ્ટિકના ત્રણ બાચકામાં ૧૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપી રીક્ષા ચાલક રવિભાઈ રઘુભાઈ દેગામા ઉવ.૨૫ રહે. મકનસર વાડી વિસ્તાર તા.જી.મોરબી તથા મહિલા આરોપી મનીષાબેન સુરેશભાઈ લક્ષ્મણભાઇ થરેશા ઉવ.૪૫ રહે. વજેપર શેરી.નં.૨૪ મોરબી એમ બન્ને આરોપીઓની અટક કરી હતી. પોલીસ દ્વારા બન્ને આરોપીઓની પૂછપરછમાં આ દેશી દારૂ આરોપી નવઘણભાઈ ઉર્ફે નઘો રહે.લીલાપર વાળાએ વેચાણ અર્થે આપ્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે તે આરોપીને ફરાર જાહેર કર્યો હતો. હાલ પોલીસે રીક્ષા કિ.રૂ.૩૦,૦૦૦/- તથા દેશી દારૂ કિ.રૂ.૩૦,૦૦૦/- સહિત કુલ રૂ.૬૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.