મોરબી શહેરના વીસીપરા ધોળેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરતા, મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની ૧૩૪ નંગ બોટલ મળી આવી હતી, રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર દર્શાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે વીસીપરા ધોળેશ્વર રોડ ઉપર ઇમરાનભાઈ મોવર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ કરે છર, જે પ્રવૃત્તિ હાલ પણ ચાલુ છે, જે મુજબની મળેલ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં દરોડો પાડતા, વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૩૪ નંગ બોટલ કિ.રૂ. ૧,૮૧,૨૦૦/- મળી આવી હતી. પોલીસના દરોડા દરમિયાન આરોપી ઇમરાનભાઈ નૂરમામદભાઈ મોવર સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે