મોરબીમાં નવલખી ફાટક ઓવર બ્રિજ નજીક બનેલી ઘટનામાં ટ્રક કન્ટેનર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ઇનોવા અને ઇકો કારને ઠોકરે ચડાવી, બંને વાહનોને આગળ-પાછળના ભાગે નુકસાન કરવામાં આવ્યું હતું. ત્યારે બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક કન્ટેનર ચાલક સામે બીએનએસ તથા મોટર વ્હિકલ અધિનિયમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં નવલખી ફાટક ઓવર બ્રિજ નજીક નેક્ષસ સિનેમા સામેના કટ પાસે માર્ગ અકસ્માત બન્યો હતો. ફરિયાદી મનીષભાઈ અનિલભાઈ કાંજીયા ઉવ.૩૪ રહે. મોટા દહીંસરા તા. માળીયા(મી) વાળા પોતાની ઇનોવા કાર રજી. નં. જીજે-૦૩-આઇસી-૩૩૩૩ લઈને જતા હતા ત્યારે ટ્રક કન્ટેનર રજી.નં.જીજે-૧૨-સીવી-૪૦૯૯ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, ઇનોવા કારની પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી, જે ટક્કરથી મનીશભાઈની ઇનોવા કાર તેમની આગળ રહેલ ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એલ-૧૮૨૩ના પાછળના ભાગમાં અથડાઈ હતી. પરિણામે ઇનોવા કારને આગળ અને પાછળના ભાગે તથા સાહેદની ઇકો કારને પાછળના ભાગે નુકસાન થયું હતું. અકસ્માતના બનાવને પગલે પોલીસે આરોપી ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે