હળવદના મોરબી ચોકડી પાસે લેક વ્યૂ હોટલ પાછળ આવેલા રૂમમાં ૧૯ વર્ષીય યુવાન પર ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો. જેમાં યુવક અન્ય વોટ્સએપ ગ્રુપમાં કેમ જોડાયો તેમ કહી, બોલાચાલી કરી હતી. જે બાદ આરોપીઓએ ગાળો આપી લાકડી-પટ્ટાથી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદમાં મોરબી ચોકડી નજીક રહેતા મૂળ કાટકોલા ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકાના વતની કેતનભાઈ દેવશીભાઈ સરસીયા ઉવ.૧૯ વાળાએ હળવદ પોલીસ મથકમાં આરોપી સંદિપસિંહ લીબોલા, ચિરાગસિંહ રાજપુત તથા વિપુલ ઠાકોર રહે.હળવદ (ઓફિસ) રાણેકપર રોડ ધરતી કોમ્પલેક્ષ હળવદવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી ગત તા.૧૦/૦૯ના રોજ સવારે મોરબી ચોકડી પાસે લેક વ્યૂ હોટલ પાછળ આવેલા રૂમમાં આવી ત્રણ જણાએ તેની સાથે બોલાચાલી કરી હતી. જેમાં ફરિયાદીને કહેલ કે, સત્યમેવ જયતે નામના વોટ્સએપ ગ્રુપમાં કેમ જોડાયેલ છે તેમ કહી ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી તથા પટ્ટાથી હુમલો કરી શરીરે ઢીંકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ફરીયાદીને માથા સહિત શરીરે મુઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાહેદ સાથે પણ મારકુટ કરી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે