વાંકાનેર તાલુકાના રાતવિરડા ગામની સીમમાં આવેલી લોનીક્ષ સિરામિક લેબર કોલોનીમાં ૫૧ વર્ષીય શ્રમિક રાત્રીના પેશાબ કરવા જતા પગ લપસતા પફી ગયા હતા, જેથી અઠમાં થયેલ ગંભીર ઇજાઓ કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગત અનુસાર રાતાવીરડા ગામની સીમમાં લોનીક્ષ સીરામીકની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના રહેવાસી જગન્નાથ રૂહ્યા ડોલમ ઉવ.૫૧ નામના શ્રમિક ગઈ તા. ૧૧/૦૯ના રોજ રાત્રીના અરસામાં પેશાબ કરવા બહાર ગયા હતા. આ દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં તેઓ નીચે પડી ગયા હતા અને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત જગન્નાથને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના સાથી શ્રમિક સુનારામ સોમનાથસિંહે બકનેર તાલુકા પોલીસને આપેલી પ્રાથમિક વિગતોને આધારે પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે