મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરની સુંદરતા અને જાહેર જનતાની સુવિધાને ધ્યાનમાં રાખી મુખ્ય રસ્તાઓના ડિવાઇડરોમાં પ્લાન્ટેશન કરવાની યોજના હાથ ધરાઈ છે. મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી તથા પરશુરામ બ્રિજથી નવલખી ફાટક સુધી પ્લાન્ટેશનની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના ગાર્ડન અને ફરવા યોગ્ય સ્થળોમાં અનેક સુધારા કરવામાં આવી રહ્યા છે. હવે શહેરની સુંદરતા વધારવા અને રાત્રિના સમયે વાહનવ્યવહાર વધુ સુગમ બનાવવા મુખ્ય રસ્તાઓ પર રોડના ડિવાઇડરોમાં પ્લાન્ટેશન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. પ્રથમ તબક્કામાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી તથા પરશુરામ બ્રિજથી નવલખી ફાટક સુધીના રસ્તાઓ પર પ્લાન્ટેશન માટેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં તેનું અમલીકરણ શરૂ થશે. સીટી ઇજનેરે જણાવ્યું કે આવનારા સમયમાં શહેરના હદ વિસ્તારના અન્ય મુખ્ય રસ્તાઓ પર પણ જરૂરિયાત મુજબ પ્લાન્ટેશન કરવામાં આવશે. સાથે જ જાહેર જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગાર્ડન શાખા દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવશે જેથી મોરબી શહેર વધુ હરિયાળું અને સૌંદર્યમય બની રહે