મોરબી ક્રાઈમ બ્રાંચે ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી માર્ગ ઉપર આવેલ પાણીની ખાઈમાંથી વિદેશી દારૂ અને બિયરનો રૂ.૫.૧૬ લાખથી વધુનો જંગી જથ્થો ઝડપ્યો છે. આ સાથે અજાણ્યા આરોપીઓ સામે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી એલ.સી.બી.ની ટીમને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જવાના રસ્તા પાસે રાધે પી.વી.સી. ઇન્ડસ્ટ્રીઝ નજીકની રોડ સાઈડમાં આવેલ ખાઈમાં છુપાવી રાખેલો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની નાની મોટી ૪૮૭ બોટલ તથા બિયરના ૪૬ નંગ ટીન તેમજ એક મોબાઇલ કિ.રૂ.૫૦૦/-સહિત કુલ રૂ. ૫,૧૬,૭૨૦/;નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો અજાણ્યા ઇસમો દ્વારા અહીં ઉતારવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબીશન ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે