સતત છેલ્લા ૨૫ વર્ષથી યોજાતા કેમ્પ મોરબી – પીપળીયા ચાર રસ્તાથી માળીયા મીં, જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવામાં સુંદર કેમ્પનું આયોજન મોરબીનાં શ્રી ધીરૂભાઇ ડી. ચાવડા (એસ.બી.આઇ.), તથા શ્રી કે. સી. જાડેજા પી.જી.વી.સી.એલ. મોરબી તથા રાજુભાઇ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઇ પટેલ જ્યોતિ મંડપ તથા મહેશભાઇ જલારામ ફેમિલી મોલ અને સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર – મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિ યુવાનો ખુબ જ ઉમંગ સાથે સેવા આપી રહયા છે આ સેવા કેમ્પ તારીખ 13-9-2025 થી 19-9-2025 સુધી દિવસ-રાત અવિરત ચાલુ રહેશેઆ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ, અને મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે. તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે.