Saturday, September 13, 2025
HomeGujaratવાંકાનેર અને હળવદ ગ્રામ્ય વિસ્તારમાં બનેલા અલગ-અલગ અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

વાંકાનેર અને હળવદ ગ્રામ્ય વિસ્તારમાં બનેલા અલગ-અલગ અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

મોરબી જીલ્લામાં અકસ્માત તથા પેઇન કિલર દવાનો ઓવરડોઝની દવા પીવાના ત્રણ અલગ અલગ અપમૃત્યુના બનાવોમાં ત્રણ લોકોનું અકાળે મોત નીપજ્યું હતું. જેમાં વાંકાનેરમાં ટ્રેકટર પલ્ટી જતા યુવકનું મોત થયું, જ્યારે હળવદ તાલુકામાં દવાનો ઓવરડોઝ તથા ઝેરી દવા પી જવાથી બે વ્યક્તિઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે ત્રણેય અપમૃત્યુના બનાવ અંગે પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના વાંકાનેર અને હળવદ તાલુકામાં બનેલા ત્રણ જુદા જુદા અપમૃત્યુના બનાવોમાં મળતી વિગતો મુજબ, પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામના ૩૪ વર્ષીય દેવકરણભાઈ કડવાભાઈ સાપરા પોતાના ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એફ-૭૭૨૦ ઉપર ધૂળ-માટીના ફેરા કરવા જતા હતા. તે દરમ્યાન સમઢીયાળા ગામની સીમમાં ગુણવંતભાઈ ભરવાડની ખાણ પાસે અચાનક ઢોર રસ્તામાં આવતાં ટ્રેકટર ઉપર કાબુ ગુમાવતા, ટ્રેકટર ખાડામાં ઉતરી પલ્ટી મારી જતા દેવકરણભાઈને ગંભીર ઇજા પહોંચી અને તેમનું મોત નિપજ્યું હતું.

અપમૃત્યુના બીજા બનાવમાં હળવદ તાલુકાના સરંભળા ગામના ૬૫ વર્ષીય ભુપતભાઈ હમીરભાઈ ઉઘરેજાએ ગત તા.૨૪ ઓગસ્ટના રોજ પોતાની વાડીએ હોય ત્યારે માથાનો દુખાવો થતો હોય જેથી તાવ-કડતરની એકસાથે પાંચથી છ ગોળીઓ પી લીધી હતી. જેથી તેમની તબિયત બગડતાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં ૩૦ ઓગસ્ટે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

ત્રીજા અપમૃત્યુના બનાવમાં, હળવદ તાલુકાના ચાડધ્રા ગામના ૬૩ વર્ષીય જેસીંગભાઈ નરશીભાઈ રાણેવાડિયાએ કોઈ કારણસર ખડમા નાખવાની ઝેરી દવા પી લીધી હતી. શરૂઆતમાં મોરબીની આયુષ હોસ્પિટલમાં તેમજ ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!