મોરબીની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પર્યાવરણને નુકસાન કરતી સિરામિક ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતા ૧૫ પૈકી સાત ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ અને દંડ ફટકારાયો છે. આ કાર્યવાહી બાદ જીલ્લામાં પેટકોક વાપરતા એકમોમાં ભયનું વાતાવરણ છવાયું છે.
મોરબી જીલ્લામાં લાંબા સમયથી પર્યાવરણને નુકસાન કરતા સિરામિક એકમો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) દ્વારા મોટા પાયે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. બોર્ડની ટીમે તાજેતરમાં વિવિધ સિરામિક ફેક્ટરીઓની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રતિબંધિત પેટકોકનો વપરાશ થતો હોવાનું સામે આવતાં કુલ ૧૫ ફેક્ટરીમાં પેટકોક વપરાશનું પકડી લઈ જેમાંથી સાત ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ તેમને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લીલાપર રોડ અને જાંબુડીયા રોડ ઉપર આવેલી એક-એક ફેક્ટરી, વાંકાનેરના માટેલ રોડ પર આવેલી બે ફેક્ટરી અને પીપળી રોડ વિસ્તારમાં આવેલી ત્રણ ફેક્ટરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે