Saturday, September 13, 2025
HomeGujaratમોરબી: પાટીદાર કર્મયોગી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને નવરાત્રી મહોત્સવ-૨૦૨૫નું આજે અનેરૂ...

મોરબી: પાટીદાર કર્મયોગી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને નવરાત્રી મહોત્સવ-૨૦૨૫નું આજે અનેરૂ આયોજન

સામાજીક એકતા અને સાંસ્કૃતિક ઉત્સાહને પ્રોત્સાહન આપવા શ્રી સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવાર મોરબી જિલ્લા દ્વારા એક વિશેષ સ્નેહમિલન તથા નવરાત્રી મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા તેમજ જિલ્લાના વતની તમામ પાટીદાર અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો એકમેકનો પરીચય અને વેલકમ નવરાત્રિના કોન્સેપ્ટ સાથે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સંસ્થાના આયોજકોના જણાવ્યા પ્રમાણે, આ પ્રસંગ દ્વારા સમાજના કર્મયોગીઓ વચ્ચે સ્નેહનું સંનાદ કરવા અને નવરાત્રીના પવિત્ર તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવવાનો ઉદ્દેશ્ય છે. આજે ૧૩ સપ્ટેમ્બર ને શનિવારે સાંજે ૪:૦૦ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થશે. અધિકારીઓ કર્મચારીઓ પરીવાર નો સંવાદ પરીચયના અંતે સાંજે ૭:૦૦ વાગ્યે ભોજન સમારંભ યોજાશે. ત્યાર બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે રાસ ગરબાની રમઝટ બોલશે. કાર્યક્રમ સ્થળ: કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે.

શ્રી સમસ્ત પાટીદાર કર્મયોગી પરિવાર મોરબી જિલ્લા પાટીદાર સમાજના કર્મશીલ વર્ગોને જોડાણ આપવા અને સામાજિક કાર્યોમાં યોગદાન આપવા માટે સતત પ્રયાસરત છે. આ કાર્યક્રમ દ્વારા સમાજના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત કરવાની અપેક્ષા છે. કાર્યક્રમના આયોજનમાં સંસ્થાના સભ્યો મોટી ઉત્સાહથી વ્યસ્ત છે. આ મહોત્સવમાં રાસ-ગરબાની રમઝટ સાથે નવરાત્રીના ઉત્સાહને નવી ઊંચાઈએ લેવામાં આવશે. સંસ્થા દ્વારા જારી કરાયેલા સંદેશમાં “संघे शक्ति कलियुगे” અને “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” જેવા સંદેશો આપીને સમાજને એકતા અને સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!