Sunday, September 14, 2025
HomeGujaratટંકારા: હડમતીયા ગામે પાલનપીર મેળાને અનુલક્ષી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ટંકારા: હડમતીયા ગામે પાલનપીર મેળાને અનુલક્ષી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

હડમતીયા ગામે તા. ૧૬ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા પાલનપીર મંદિરના પૌરાણીક મેળાને અનુલક્ષીને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ જાહેરનામું બહાર પાડ્યું છે. મેળામાં દરરોજ આશરે ૫ હજાર લોકો ભેગા થવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે લજાઈ ચોકડી અને વાંકાનેર તરફથી આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હડમતીયા ગામે ભાદરવી વદ નોમથી અગીયારસ (તા.૧૬ થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫) દરમિયાન મેઘવાળ સમાજ દ્વારા દર વર્ષની જેમ પાલનપીર મંદિર ખાતે પૌરાણીક મેળાનું આયોજન થવાનું છે. આ મેળામાં દરરોજ અંદાજે ૫,૦૦૦ લોકો ભેગા થાય છે અને સાડા ત્રણ દિવસ સુધી ધાર્મિક જાતરનું આયોજન કરવામાં આવે છે. મેળા સ્થળે લજાઈ ચોકડીથી વાંકાનેર જતો મુખ્ય સ્ટેટ રોડ પસાર થતો હોવાથી તેમજ નજીકમાં જી.આઈ.ડી.સી. વિસ્તાર હોવાથી ભારે વાહનોની અવરજવર વધે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

ત્યારે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્તને આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ ૧૬ સપ્ટેમ્બર સવારે ૮ વાગ્યાથી ૧૯ સપ્ટેમ્બર બપોરે ૨ વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં લજાઈ ચોકડીથી હડમતીયા ગામમાં આવતા ભારે વાહનો તથા વાંકાનેરથી જડેશ્વર મારફતે હડમતીયા આવતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે વૈકલ્પિક રૂટ મુજબ, લજાઈ ચોકડી તરફથી આવતા ભારે વાહનો મિતાણા ચોકડી-વાલાસણ-પીપળીયા રાજ-અમરસર-વાંકાનેર શહેર તરફ જઈ શકશે. લજાઈ ચોકડીથી આવતા ભારે વાહનો શકત શનાળા-રાજપર ચોકડી-ધુનડા(સ)-સજજનપર-જડેશ્વર-રાતીદેવડી-વાંકાનેર શહેર મારફતે જઈ શકશે. જ્યારે બીજીબાજુ વાંકાનેર તરફથી લજાઈ આવતા ભારે વાહનો અમરસર-પીપળીયા રાજ-વાલાસણ-મિતાણા ચોકડી તરફ જઈ શકશે. તેમજ વાંકાનેર તરફથી લજાઈ આવતા ભારે વાહનો રાતીદેવડી-જડેશ્વર-સજજનપ-ધુનડા(સ)-શકત શનાળા-રાજપર ચોકડી મારફતે જઈ શકશે.

પ્રસિદ્ધ કરેલ આ જાહેરનામા માંથી જી.એસ.આર.ટી.સી. બસો, સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, વીજ કંપનીના વાહનો, શબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, શાળા-કોલેજ વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગો માટેના ખાસ વાહનો તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વહન કરનારા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!