મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે અપમૃત્યુના બનાવની મળતી વિગતો અનુસાર, વાંકાનેર ટાઉનમાં રહેતા આદમભાઇ યશુખભાઇ શેખ ઉવ.૪૦ ગઈકાલ તા.૧૩/૦૯ ના રોજ સાંજના સમયે કોઈ કારણોસર રફાળેશ્વર સરકારી સ્કૂલના ત્રીજા માળેથી નીચે પડી જતા આદમભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને મરણ ગયેલ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી આદમભાઈને મૃત જાહેર કર્યા હતા, જે બાદ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.