ટંકારા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ટંકારામાં આવેલ રાજ સિનેમાના બિલ્ડિગની પારાપેટ ગઈકાલે રાત્રે ધડાકાભેર જમીન ધ્વસ્ત થઇ હતી. જો કે, સદ્નસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ જો આ ઘટના દિવસ દરમિયાન બની હોટ તો અનેક લોકોના જીવ જોખમે મુકાઈ ગયા હોત.
ટંકારામાં આવેલ રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાનું તંત્રના ધ્યાને હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ના હતી. જેના કારણે પરિણામ સ્વરૂપે ગઈકાલે રાત્રીના એકાએક આ બિલ્ડીંગના પારાપેટ રમકડાની જેમ જમીન ધ્વસ્ત થઇ હતી.જો કે, સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ નથી. ત્યારે બનાવને પગલે આખુ સોપિગ સેન્ટર ડરાવની બિલ્ડિંગ બની ગયું છે.
ત્યારે ટંકારા નગરપાલિકાની ધોર બેદરકારીને કારણે આવડું મોટું ખાના ખરાબી સર્જે એવુ બાંધકામ ધરાશાયી થયું છે. હજુ પણ એક ચેમ્બર જમિન દોસ્ત થવાની પ્રતિક્ષામાં છે. ત્યારે અહીં સ્થાનિકોમાં એવા સવાલો પેદા થઇ રહ્યા છે કે, તંત્ર મોટી જાનહાની થયા બાદ જ જાગશે કે શુ ? ટંકારાવાસીઓ કહી રહ્યા છે કે, ટંકારા નગરપાલિકાની બેદરકારીને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા થાય જ છે. જે સરકારી દબાણકારોને કારણે ઉદ્ભવે છે. તેને દુર ન કરી આરોગ્ય સાથે આબરૂનુ પણ ધોવાણ કરી નાખ્યું છે.