Monday, September 15, 2025
HomeGujaratમીતાણા ગામે બાળ મિત્રો દ્વારા પદયાત્રીઓ માટે લીંબુ શરબતની સેવા પુરી પડાઈ

મીતાણા ગામે બાળ મિત્રો દ્વારા પદયાત્રીઓ માટે લીંબુ શરબતની સેવા પુરી પડાઈ

નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીના દર્શન માટે પદયાત્રા કરતા ભાવિકો માટે મીતાણા ગામે બાળ મિત્રોની ટોળકીએ લીંબુ શરબતની સેવા આપવામાં આવી હતી.આ પહેલથી યાત્રીઓને ગરમીમાં રાહત મળી હતી.

- Advertisement -
- Advertisement -

માતાના મઢ માતાજીના દર્શન માટે પદયાત્રા કરતા ભાવિકો માટે મીતાણા ગામના બાળ મિત્રોની ટોળકીએ અનોખી ભક્તિ અને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે રવિવારે શ્યામ ગરચરની આગેવાની હેઠળ ઓમ ગરચર, હેતરાજ બસિયા, મેસૂર બસિયા, સૂરજ કુંભરવાડિયા, મોહિલ ગોગરા, ક્રિષ બસિયા, જેનીલ બસિયા, રુદ્ર બસિયા અને ફેઝ લઘડ સહિતના બાળ મિત્રોએ પોતાના જેબખર્ચે લીંબુ સોડા અને લીંબુ શરબતની વ્યવસ્થા કરી હતી. નવરાત્રિ દરમિયાન માતાના મઢે જતા પદયાત્રીઓને ઠંડા પીણાંની સેવા આપવામાં આવી હતી. આ બાળકોએ પોતાની ભક્તિ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના પ્રગટ કરી હતી. આ પહેલથી યાત્રીઓને ગરમીમાં રાહત મળી હતી અને ગામના બાળકોના આ નાનકડા પણ હૃદયસ્પર્શી પ્રયાસની સૌએ પ્રશંસા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!