ભારતમાં તબીબોનું સૌથી મોટું સંગઠન એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે જેમાં લાખો તબીબો જોડાયેલા છે તેના મોરબી બ્રાંચ દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં મોરબી બ્રાંચની ટીમ 2024 – 25 નો કાર્યકાળ પૂરો થતા ગયા વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તથા નવી ટીમને કામગીરી સોંપવામાં આવી હતી.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી બ્રાંચની ટીમ 2024-25 નો કાર્યકાળ પૂરો થતા ગઈકાલે તા.14 સપ્ટેમ્બરના રોજ, દેવ ફાર્મ પાર્ટી પ્લોટ, એસ. પી. રોડ, ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ગયા વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તથા નવી ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં નવા વર્ષ 2025-2026ની ટીમ માટે પ્રેસિડેન્ટ તરીકે ડો. સુષ્મા દુધરેજીયા, સેક્રેટરી તરીકે ડો.દિપ ભાડજા તથા ખજાનચી તરીકે ડો જયેશ સનારિયાએ ચાર્જ સાંભળ્યો છે. આ બદલ ગત ટીમના પ્રેસિડેન્ટ ડો. અંજનાબેન ગઢિયા, સેક્રેટરી ડો. હીના મોરી, ખજાનચી ડો. ચિરાગ અઘારા, સમગ્ર હોદેદારો તથા સિનિયર IMA મેમ્બર્સ ડો કગથરા, ડો સતીશ પટેલ, ડો ભૂત વગેરે અને તમામ સભ્યોએ તેમને આવકારીને ખૂબ શુભેચ્છા પાઠવી હતી.