ટંકારા સોસાયટીના વિકાસના કામોમાં લાલિયાવાડીની ફરીયાદો ઉઠતા ભાજપની ટિમ દ્વારા ગ્રાઉન્ડ જીરો પર જઈ તપાસ કરવામાં આવી હતી. અને ફરિયાદને પગલે કોન્ટ્રાક્ટરો અને કર્મચારીનો ઉધડો લિધો હતો. અધિકારીઓએ એક ટકો પણ નબળુ કામ નહીં ચલાવાય તાત્કાલિક કામ રોકાવ્યુ હતું.
ટંકારા તાલુકા ભાજપ સંગઠન પાલિકા હસ્તક ચાલતા રોડના કામમાં નબળી કામગીરી ભુગર્ભ ગટરના ઠાકણા ,નબળી, રેતી સહિતની અનેક ફરીયાદ થતી હોવાની બુમરાણ સાંભળી ભાજપ પ્રમુખ દિનેશભાઈ ગડારાની આગેવાની હેઠળ મહામંત્રી રૂપસિંહ ઝાલા સરપંચ એશો ના પ્રમુખ મહેશ લિખિયા, અગ્રણી નેતા ગણેશ નમેરા, દિનેશ વાધરિયા, ભાવિન સેજપાલ સહિતની ટિમે ઓચિંતી સ્થળ પર વિઝિટ કરી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા અને તાત્કાલિક કામગીરી સ્થગિત કરાવી છે. પક્ષ પ્રમુખે જણાવ્યું હતું કે, વિકાસ કામને લઈ અમારો સ્પષ્ટ અભિગમ છે. મજબુત કામગીરી અમે મક્કમ સાથે અડીખમ રીતે કરવાની રહેશે. એમા એક ટકો પણ ચલાવી નહી લેવાઈ નાગરિકોને અપિલ કરતા કહું કે, ક્યાય પણ નબળી કામગીરી દેખાય તો ટિમનુ ધ્યાન દોરવા જણાવ્યું છે…