Wednesday, September 17, 2025
HomeGujaratમોરબી: ઉંચી માંડલ ગામ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાલી-વારસની શોધખોળ

મોરબી: ઉંચી માંડલ ગામ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાલી-વારસની શોધખોળ

અજાણ્યા કારણોસર મરણ પામનાર મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તજવીજ હાથ ધરાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા કારણોસર મૃત્યુ પામનાર મૃતકની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં ગઈ તા.૧૪/૦૯ના રોજ સ્પેલ કારખાના તરફ તેમજ વાડી વિસ્તાર તરફ જતા કાચા રસ્તા પાસે ટ્રેસા કારખાનાની દિવાલ નજીક કોઈ કારણોસર મૃત્યુ પામેલ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા, તેને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરાવી ત્યાંના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આથી, મોરબી તાલુકા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હે.કોન્સ.ના ૯૯૦૪૭૧૩૨૪૭ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૬૬ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!