મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરે ઝોન નં.૨ની મુલાકાત લઈને સફાઈ કર્મચારીઓની હાજરી તેમજ હેન્ડક્રાફ્ટ એન્ડ જીવીપી પોઈન્ટની ચકાસણી કરી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ તા.૦૯/૦૯ થી ૧૫/૦૯ દરમિયાન નાલા સફાઈ, કચરા નિકાલ અને નાગરિકોની ફરિયાદોના નિવારણ અંગે કામગીરી હાથ ધરી હતી. જે અન્વયે આવેલી ૮૯ ફરિયાદોમાંથી ૫૭નો નિકાલ થઈ ગયો છે, બાકીની ફરિયાદોનું નિરાકરણ અંગેની કામગીરી ચાલુ છે.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે એ તા.૧૫/૦૯ ના રોજ ઝોન નં.૨ની વિઝીટ કરી હતી. આ દરમ્યાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નં.૨ના સફાઈ કર્મચારીઓની હાજરી ચકાસી હતી. ઉપરાંત દાણાપીઠ, દાઉદી પ્લોટ શેરી નં.૧ અને ૨ તથા લાતી પ્લોટ શેરી નં.૪ ખાતે આવેલા હેન્ડક્રાફ્ટ એન્ડ જીવીપી પોઈન્ટોની મુલાકાત પણ લીધી હતી. સફાઈ કામગીરી અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ તા.૯ સપ્ટે. થી તા.૧૫ સપ્ટે. દરમિયાન નાની વાવડી, રવાપર ગ્રામ પંચાયત, શનાળા ગુરુ દતાત્રેય તથા આસ્વાદ પાન વિસ્તારમાં આવેલ નાલાઓની સફાઈ હાથ ધરી હતી. ઉપરાંત, આ જ અવધિ દરમિયાન નાગરિકો દ્વારા કુલ ૮૯ ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી ૫૭ ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે જ્યારે બાકીની ફરિયાદોના નિવારણ માટે કામગીરી ચાલી રહી છે