ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ મહારાષ્ટ્રના વધારાના હવાલાની શપથ લીધા બાદ ટંકારાના પનોતા પુત્ર દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત પ્રથમ આર્ય સમાજ મુંબઈ ખાતે પહોંચી યજ્ઞ કર્યો હતો.
ટંકારાનું ગૌરવ અને દેશના પનોતા પુત્ર મૂલશંકર ત્રિવેદી એટલે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત પ્રથમ આર્ય સમાજની પરંપરાને આગળ વધારતા, ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ મહારાષ્ટ્રના વધારાના હવાલાની જવાબદારી સ્વીકારી છે. રાજભવનમાં સંસ્કૃતમાં શપથગ્રહણ સમારોહ બાદ, આચાર્ય દેવવ્રત તેમનાં ધર્મપત્ની દર્શના દેવી સાથે મુંબઈના ઐતિહાસિક કાકડવાડી આર્ય સમાજ ખાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે યજ્ઞમાં ભાગ લઈને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો છે