પોલીસને દૂરથી આવતા જોઈ બુટલેગર ભાગી છૂટ્યો.
મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના જેપુર ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂ-બિયરનો ૧.૪૨ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસને દૂરથી આવતી જોઈ રીઢો આરોપી બાવળની કાંટમાંથી નાસી ગયો હતો. ત્યારે તાલુકા પોલીસે વિદેશી દારૂ-બિયર તથા એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ભાગી છુટેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ બંદોબસ્તમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, જેપુર ગામની સીમમાં આવેલ પ્રભુનગરના ગેટ નજીક ખરાબાની જમીનમાં આરોપી રોહિતભાઈ કોળી રહે. મોરબી નવલખી રોડ લાયન્સનગર વાળાએ વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખ્યો હોય અને તેનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, જ્યાં એક ઈસમ શંકાસ્પદ હિલચાલ કરતો જોવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ ટીમને દૂરથી આવતા જોઈ આરોપી બાવળની કાંટ અને ભરાયેલા વરસાદી પાણીનો લાભ લઈને નાસી ગયો હતો. જે બાદ પોલીસે ત્યાંથી વિદેશી દારૂની ૮૨ નંગ બોટલ તેમજ બિયરના ૩૩ ટીન કુલ કિ.રૂ.૧,૪૨,૦૪૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-સહિત ૧,૪૭,૦૪૦/;નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલ આરોપી રોહિતભાઈ મુન્નાભાઈ કોળી રહે. નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ બાજુમાં લાયન્સનગર મોરબી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે