હળવદ ખાતે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર, ડી મોનફોર્ટ યુનિવર્સિટી લંડન અને “હળવદ કા રાજા” ગણપતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે કાનની બહેરાશ ધરાવતા ૬૦ દર્દીઓને અંદાજિત એક લાખની કિંમતનાં હિયરિંગ એડ મસીન નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.
દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર, ડી મોનફોર્ટ યુનિવર્સિટી લંડન અને “હળવદ કા રાજા” ગણપતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજ રોજ હળવદ મધ્યે આવેલ શ્રી લોહાણા મહાજન વાળી ખાતે જે લોકોને સાંભળવાની તકલીફ તેવા લોકોને હિયરિંગ એડ મશીન ફ્રીમાં આપવામાં આવ્યા હતા. આ કાનના એક મસીનની કિંમત અંદાજિત એક લાખ રૂપિયાની છે અને તેવા હળવદના કાનની બહેરાશ છે તેવા 60 જેટલા દર્દીને ફ્રીમાં આપવામાં આવ્યા અને આ કેમ્પમાં ફોરેનના ડોક્ટરોની ટીમ ખુબ સેવા ભાવનાથી પોતાની સેવાઓ આપી હતી. કેમ્પના પ્રારંભે આ તમામ ડોક્ટરોએ પ્રાર્થના કરી અને કેમ્પની શુભ શરૂઆત કરી હતી.
અને ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાંતર માટે દુરભાષી તરીકે ઇંગ્લિશ ટીચર પ્રકાશભાઈ સોલંકી અને અક્ષયભાઈ ચૌહાણે સેવા આપી હતી અને શ્રી લોહાણા મહાજન વાળીના ટ્રસ્ટીઓએ એસી હોલ નિઃશુલ્ક સેવા કાર્ય માટે ઉપયોગમાં આપ્યો હતો અને હળવદ કા રાજા ગણપતિ સમિતિએ સ્થાનિક વ્યવસ્થા સંભાળેલ હતી. આ કાર્ય ને સફળ બનાવા માટે હળવદના તમામ લોકોએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી.