રાજકોટની સુપ્રસિદ્ધ નવરાત્રિ NCC આ વર્ષે સીરામીક સીટી મોરબીમાં પણ યોજાશે. જેમાં ખાસ મોરબી બ્રહ્મસમાજને NCC નવરાત્રિ તરફથી ખાસ બે દીવસ ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.તેમજ સીઝન પાસમાં પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
મોરબીમાં આ વર્ષે રાજકોટની સુપ્રસિદ્ધ નવરાત્રિ NCC દ્વારા NCC Dandiya 2025 નું કેશવ પાર્ટી પ્લોટ ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં NCC 2025 નવરાત્રિ આયોજકો તરફથી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ માટે 22 અને 23 એટલે પ્રથમ બે દિવસ ફ્રી એન્ટ્રીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બ્રહ્મ સમાજના તમામ લોકો રજીસ્ટ્રેશન કરીને ફ્રી એન્ટ્રીનો લાભ લઇ શકશે. રજીસ્ટ્રેશન માટે
https://forms.gle/76H6Y2hXLuegWgWD7
પર ફોર્મ ભરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રી એન્ટ્રી ફક્ત એકલા મહિલા અથવા કપલને જ઼ મળવા પાત્ર રહેશે. એકલા પુરુષે કરેલ રજીસ્ટ્રેશન કેન્સલ ગણાશે. રજીસ્ટ્રેશન દરમિયાન લિંક માધ્યમથી ફૉર્મ ભરવાનું રહેશે. જેમાં આપેલ વોટ્સએપ્પ નંબર પર આયોજકો એન્ટ્રી પાસ મોકલશે. રજીસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે નહિ.બ્રહ્મસમાજ પૂરતી જ઼ આ ફ્રી એન્ટ્રીનો લાભ છે. જે પ્રથમ બે નોરતા 22 અને 23 સુધી જ઼ માન્ય રહેશે. ત્યાર પછીના દિવસોના પાસમાં પણ બ્રહમસમાજને ઓફર આપવામાં આવી છે.જેમાં પુરુષ & સ્ત્રી માટે રૂ.8000 ના પાસ ફક્ત રૂ.6400 માં જયારે ફક્ત મહિલાઓના રૂ.4000 ના પાસ માત્ર રૂ.3200 માં આપવામાં આવશે.ત્યારે પાસ લેવા માટે મોબાઈલ નંબર 81602 96511 પર સંપર્ક કરવાનો રહેશે.